HomeGujaratચમત્કારને નમસ્કાર! ચક્કાજામ બાદ મારુતિ પાર્ક પીવાના પાણી માટે ટેન્કર શરુ કરવા...

ચમત્કારને નમસ્કાર! ચક્કાજામ બાદ મારુતિ પાર્ક પીવાના પાણી માટે ટેન્કર શરુ કરવા DDOનો આદેશ 

મોરબીના પીપળી ગામની હદમાં આવેલી મારુતિ પાર્ક સોસાયટી એક વર્ષથી પાણીની ન મળતું હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ રોડ પર ચક્કાજામ કર્યો હતો તેમજ આજે તે વિસ્તારની મહિલાઓ તેમજ આગેવાનો ડીડીઓ કચેરીએ રજૂઆત કરવા પહોચ્યા હતા અને ત્યાં પાણીના કારણે હાલાકી વેઠતા હોવાની રજુઆત કરી હતી. આથી ડીડીઓએ હાલ તુરત તેમની સોસાયટીમાં ટેન્કર ચાલુ કરવાની ખાતરી આપી હતી. 

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધીના ગામ પીપળીની ગામની હદમાં આવેલી મારુતિપાર્ક સોસાયટીમાં દોઢ સો થી વધુ મકાન આવેલા છે જેમાં મોટી સંખ્યામાં શ્રમિક લોકો રહેતા હોય અને ત્યાં એક વર્ષથી પાણી ન આવતું ન હોવાની રજૂઆત સાથે મહિલાઓએ પીપળી રોડ પર ચક્કાજામ કરી વિરોધ કર્સાયો હતો અને પીવાનું પાણી વહેલી તકે આપવા માંગણી કરી હતી જે બાદ પોલીસે તેમને સમજાવટ કરી હતી જે બાળા આજે આ વિસ્તારની મહિલાઓ અને આગેવાનો જિલ્લા પંચાયત કચેરીએ દોડી ગયા હતા અને એક વર્ષથી તેઓ જે પીડા ભોગવી રહ્યા હતે અંગે પોતાની વ્યથા ઠાલવી હતી મહિલાઓ જણાવ્યું હતું કે પીવાનું પાણી મળે તે માટે ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા ઉઘરાવવા છતાં  પાણી આવતું નથી અગાઉ તેમની  સોસાયટીમાં  પાણી આવતું  હતું o પણ જેતપર રોડ ઉપર ફોરલેન માટે ખોદકામ કરતા છેલ્લા એક વર્ષથી પાણી વિના રીતસર વલખા મારવા પડે છે.  આખો દિવસ મજુરી કર્યા બાદ ઘરે આવીને પાણી માટે ભારે સંઘર્ષ કરવો પડે છે અને શ્રમિકો હોવા છતાં મજબૂરીને કારણે મોંઘા ભાવના ટેન્કરો મંગાવીને પાણીની જરૂરિયાત પૂરી કરવી પડે છે. પાણી માટે ભારે યાતના ભોગવવી પડતી હોવાની રજુઆતને અંતે ડીડીઓ ડી.ડી. જાડેજાએ હાલના તબક્કે તેમની સોસાયટીમાં ટેન્કર ચાલુ કરાવી દેવાનું જણાવ્યું હતું અને રોડ નું કામ પૂર્ણ વહેલી તકે પાણીની લાઈન  નાખી પાણી વિતરણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW