મોરબી પીજીવિસીએલની વર્તુળ કચેરીમાં આવતા અલગ અલગ સબ ડિવિઝન વિસ્તાર મોટા પાયે વિજલોશ થઈ રહ્યો હોય અને તેની પાછળ વીજચોરી નું પ્રમાણ વધી રહ્યું હોવાનું સામે આવતા પીજી વી સી એલ દ્વારા મોરબી જિલ્લામાં સાર્વત્રિક વીજ ચેકીંગ હાથ ધર્યું હતું અને સતત 6 દિવસ સુધી ડ્રાઇવ ચલાવી હતી અને વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું ચેકીંગ દરમિયાન કુલ 1488 રહેણાક મકાન,710 કોમર્શિયલ અને126 ખેતીવાડી કનેક્શન તપાસવામાં આવ્યા હતા જેમાંથી રહેણાંકના 157, કોમર્શિયલના 88 અને ખેતીવાડીના 16 કનેક્શનો મળી 261 કનેક્શનોમાં ગેરરીતિ થતી હોવાનું ખુલ્યું છે. આ તમામને રૂ.1.84 કરોડના દંડ ફટકારવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના મોરબી જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ મૂળી તાલુકાના વિસ્તારોમાં તા.18થી 23 સુધી મોરબી, અંજાર, જામનગર અને ભુજની 30થી 35 ટિમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પ્રોટેક્શન અને એસઆરપી સાથે રાખવામાં આવી હતી.
જેમાં કુલ રહેણાંકના 1488, કોમર્શિયલ 710, ખેતીવાડી 126 મળી કુલ 23234 વીજકનેકશનો ચેક કરવામાં આવતા રહેણાંકના 157, કોમર્શિયલના 88 અને ખેતીવાડીના 16 કનેક્શનો મળી 261 કનેક્શનોમાં ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. આ તમામ કનેક્શનધારકોને રૂ. 1.84 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

