મોરબી તાલુકાના જુના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગૃપ દ્વારા તા. 31 ડિસેમ્બરને રવિવારે સાંજે 4 કલાકે ધુનડા રોડ પર આવેલા ઉજ્જવલ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના જુના ઘાંટીલા ગામના વતની પાટીદાર સમાજનો 22 મો સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે. આ સ્નેહમિલન કાર્યક્રમની સાથે પાટીદાર સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બગથળાના નકલંકધામના મહંત દામજીભગત ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે. તેમજ મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જુના ઘાંટીલા ગ્રા. પં. સરપંચ હેતલબેન જાકાસણીયા, પરેશભાઈ પટેલ સહીતના મહેમાનો ઉપસ્થિત રહેશે.

