મોરબી નજીક જાંબુડીયા ગામની સીમમાં આવેલ ઓલવીન સીરામીક કારખાનામાં કામ કરતા બે શ્રમિક સંજયદાસ સુરજકાન્તા દાસ, દીનેશ તુલસીરામ બારેલા ગત તા 14 ના બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યે કારખાનાના સ્પ્રેડાયર વિભાગમાં આવેલ કોલસાના પ્લેટફોર્મ પર સ્પ્રે ડાયરમાં ધુમાડા નીકળતા હોય આ ધુમાડાના કારણે કોલસામાં આગ ન લાગે તે માટે સ્પ્રેડાયરના પ્લેટફોર્મ ઉપર ચડી સેવાડથી ગરમ કોલસાને આઘો પાછો કરી ધક્કો મારતા હતા તે દરમિયાન અચાનક ગણતરીની સેકેન્ડમાં કોલસામાંથી અચાનક મોટી આગનો ભડકો થયો હતો અને બન્ને શ્રમિકને ગંભીર રીતે દઝાડી દીધા હતા જે બાદ તા બંન્ને શરીરે સારવાર અર્થે તાત્કાલિક ક્રિષ્ના હોસ્પીટલમાં સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા બન્ને ની સારવાર ચાલતી હતી દરમિયાન ગત તા 21 ના રોજ સંજયદાસ સુરજકાન્તા દાસનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું, જે બાદ પોલીસે આ અંગે એડી નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી ઓદ્યોગિક વિસ્તારમાં અવાર નવાર નાની મોટી દુર્ઘટના બનતી હોય છે અને તેમાં અનેક શ્રમિકને જીવ ગુમાવવો પડે છે થોડા દિવસ પહેંળા બગથળા પાસેની ઈવા સિન્થેટિક નામની ફેકટરીમાં આગની મોટી ઘટના બની હતી જેમાં 2 લોકોના જીવ ગયા હતા જયારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ફેકટરીમાં કામ કરતા શ્રમિક તેના પરિવાર માટેનો આધાર સ્તંભ હોય છે જો ફેક્ટરીમાં સુરક્ષા સાધનો વિના કામ કરવાના કારણે આકસ્મિક રીતે ઈજાગ્રસ્ત થાય કે તેનું મોત થાય તો તેના પરિવાર રઝળી પડતો હોય છે મોરબી ઔદ્યોગિક સલામતી અંગે અનેક નિયમ હોવા છતાં મોટા ભાગના ઉદ્યોગકારો આ નિયમ ઘોળીને પી જતા હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી બે બેસી રહે છે તે પણ એક નવાઈ વાત છે

