મોરબી શહેરના શનાળા રોડ પર આવેલી સત્યમ પાન વાડી શેરીમાં આવેલી શ્રીજી નગર સોસાયટીમાં ગત તા 16ની રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી અને બંધ મકાનને નિશાન બનાવ્યું હતુંઅને ઘરના દરવાજા તોડી તસ્કરો રોકડ રકમ સોના ચાંદીના દાગીના સહિત રૂ 53 હજારના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
શિયાળાની ઠંડી વધતાની સાથે જાણે તસ્કરોની ગરમી વધી ગઈ હોય તેમ ઠેર ઠેર નાની મોટી ચોરીના બનાવ વધી રહ્યા છે તસ્કરો માત્ર છુટા છવાયા વિસ્તાર જ નહી પરંતુ શહેરના વિસ્તારમાં પણ બેખોફ બનીને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે નાઈટ પેટ્રોલિંગના દાવા કરતી પોલીસ રાત પડતા જાણે નિરાંતની ઊંઘ માણતી હોય તેવી સ્થિતિ બની ગઈ છે શહેરમાં અવારનવાર ચોરીની ઘટના બની રહી હોવા છતાં સબ સલામતનું ગાણું ગાઈ રહી છે અને પોલીસનાં આવા ગાણા વચ્ચે વધુ એક ચોરીની ઘટના બની હતી
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલી સત્યમ પાન વાડી શેરીમાં આવેલી શ્રીજી નગર સોસાયટીમાં રહેતા અને ખાનગી શાળામાં નોકરી કરતા અલ્કાબેન દિનેશભાઈ ચેતાનામની મહિલાના દીકરા અને દીકરીએ કલા મહા કુંભમાં ભાગ લીધો હોય જેથી સામા કાંઠે આવેલી ખાનગી શાળાના સ્થળ પર સમયસર પહોચી શકે તે માટે ગત તા 16ના રાત્રે સામા કાઠે વીસ્તારમ રહેતા તેના ભાઈ દિવ્યેશભાઈના ઘરે રોકાયા હતા જ્યાંથી તેઓએ બીજા દિવસે પરત ફર્યા ત્યારે ઘરે આવ્યા તો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલ હોવાથી ઘરમાં કશું અજુગતું થયાની શંકા રાખી ઘરમાં તપાસ કરતા ઘરમાં સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો અને લોખંડના કબાટનો લોક તોડી તેમાં રહેલા સોનાનો ચેઇન તથા સોનાની પેન્ડલ બુટી તથા ચાંદીની લકી,,ચાંદીના સાંકળા, ચાંદીની પ્યાલી તથા ચાંદીની વાટકી તથા રૂદ્રાક્ષ નુ પેન્ડલ ચાંદીનુ 48 હજાર નાદાગીના તેમજ રોકડ 5000 એમ કુલ 53 હજારના મુદામાલ ની ચોરી થઈ હોવાનું જાણ થતા તેઓએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે અઅજાણ્યા શખ્સ સેઅમે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

