મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ કરતા પણ વધારે સમય વીતી ગયો છે અને તેની સરકાર દ્વારા નિમાયેલી સીટ દ્વારા તપાસ પૂર્ણ કરી દીધી છે બીજી તરફ આ કેસમાં હાઈ કોર્ટમાં સુઓ મોટો કેસ ચાલે છે તો મોરબી સેસન્સ કોર્ટમાં રેગ્યુલર ટ્રાયલ ચાલી રહી છે ત્યારે આ ઉપરાંત આ દુર્ઘટનામાં જેલમાં બંધ ઓરેવા કંપનીએ એમડી જયસુખભાઈ પટેલ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી જામીન અરજી ના મંજુર થયા બાદ આજે પીડિત પરિવાર વતી કેસ લડતા હાઈકોર્ટ વકીલ ઉત્કર્ષ દવે મોરબીમાં પીડિત પરિવારને મળવા પહોચ્યા હતા અને તેમને આ કેસ લગતી તમામ માહિતી આપી હતી સાથે સાથે તેમણે આ કેસમાં ભવિષ્યમાં શું થશે અને તેને લઇ શું કોર્ટ પ્રકિયા છે તે અંગે માહિતી આપી હતી

