HomeGujaratમોરબીમાં આશાવર્કર-ફેસિલિટરોએ પગાર વધારા અને અન્ય લાભ આપવાની માગ 

મોરબીમાં આશાવર્કર-ફેસિલિટરોએ પગાર વધારા અને અન્ય લાભ આપવાની માગ 

મોરબી સહિત રાજ્યભરમાં આશા વર્કર બહેનો  અને ફેસેલિટર બહેનો મળી કુલ ૪૦, હજાર જેટલી બહેનો આરોગ્ય વિભાગ સાથે ખભે ખભા મિલાવી છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભા સ્ત્રીઓ, નવજાત બાળકો અને કિશોરીઓના આરોગ્ય સુવિધા પહોચાડવા પ્રયત્નશીલ રહે છે.૨૦૦૫ થી આશા બહેનો ફરજ બજાવતી હોય જેને પગાર નામે માત્ર નજીવી રકમ આપવામાં આવે છે  જ્યારે કામગીરી ખૂબ વધારે લેવામાં આવે છે બીજા રાજ્યોમાં 

 લઘુતમ વેતન, ઈન્સેન્ટીવ ચુકવવામાં આવે છે. તેમજ ચુકવણા દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં ચુકવી દેવામાં આવે છે. બાકી રહેલા તમામ ચુકવણા તુરંત જ ચુકવવા આદેશ કરવામાં આવે છે. સરકારના પરિપત્ર મુજબ જ કામ પર બોલાવવામાં આવે અને કામના કલાક નક્કી કરવામાં આવે. આ ઉપરાંત પ્રમોશન, ડ્રેસ, પેન્શન-ગ્રેચ્યુઈટી, પીએફ, રજાની જોગવાઈ, બોનસ, કામના વળતર સહિતના પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરવામાં આવી છે. અને આ મુદ્દે આજે આશા વર્કર અને ફેસેલિટર બહેનોએ ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા મોરબીના કલેક્ટર અને ડીડીઓને રજુઆત કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW