મોરબી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરની સામાકાંઠે બીજી બ્રાંચના શુભારંભ નિમીતે તા.17, 18, 19 ડીસેમ્બર 2023 ના ત્રણ દિવસનો મેગા નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકા ની તકલીફનાં નિષ્ણાત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે.
આ કેમ્પનો લાભ
1.કમર, ઘૂંટણ, ડોક, તથા અન્ય સાંધાના દુખાવા,
2.સાયટીકા, સાંધાના વા ,ઘૂંટણ માં ઘસારા, ગાદી ખસવી
3.હાથ,પગ તથા મોઢાના લકવા,પેરાલીસીસ,ખાલી ચડવાની સારવાર
4.તમાકું, ગુટકા તથા મોઢા ના કેન્સર ના ઓપરેશન પછી જકડાયેલ મોં
5.ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર
6.ફ્રોઝન શોલ્ડર, ટેનિસ /ગોલ્ફર એલ્બો, પ્લાન્ટર ફસાયટીસ
7.લીગામેન્ટ તથા સ્નાયુની સ્પોર્ટ્સ ઈજાઓ.
8.પ્રેગનન્સી પહેલાં તથા પછીની તકલીફો. મેનોપોઝ પછીની તફલીકો, , ગર્ભાશયમાં ઑપરેશન તથા સિઝેરિયન પછીની કસરતો
9.હાડકાની ઘનતા વધારવાની સલાહ વગેરે તકલીફઓ વાળા દર્દી.
આ કેમ્પમાં ફાઇલ એક્સરે તથા રિપોર્ટ કરાવેલ હોય તે સાથે લાવવાના રહેશે.
રજીસ્ટ્રેશન માટે મો.8160282456, 9979435494 પર સંર્પક કરવો.
કેમ્પ સ્થળ : સંસ્કાર ફિઝીયોકેર સામકાંઠે બ્રાંચ :વી એન સી કોમ્પલેક્ષ, બીજા માળે શોપ નં. 208, 209, ગોપાલ સોસાયટી, મહારાણા પ્રતાપ રોડ, મોરબી-૨.
સમય :- સવારે 8:30 થી 12:30 અને
સાંજે: 3:00 થી 7:00

