ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ શાહુ ની કંપની બલદેવ સાહુ ગ્રુપ ઓફ કંપની તેમજ તેની સાથે જોડાયેલા ઠેકાણા પર આવક વેરા વિભાગે મોટી તવાઈ બોલાવી હતી દરોડાની આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી આઈટ વિભાગે ઝારખંડના રાંચી લોહર દગા અને ઓડીશામાં સાંસદના સ્થાનો પર એક સાથે ત્રાટકી હતી દરોડા દરમિયાન એક્ટલી બધી રોકડ રકમ મળી કે નોટ ગણવા માટે લાવવામાં આવેલ મશીન પણ બંધ થઇ ગયું હતું રોકડ એકઠી કરવામાં આવકવેરા વિભાગને પસીનો છૂટી ગયો હતો રકમ લઇ જવા એક ટ્રકની જરૂર પડી હતી એક અંદાજ મુજબ અલગ અલગ સ્થળેથી લગભગ 300 કરોડ જેટલી રકમ મળવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે જોકે સતાવાર આંકડો હું સુધી સામે આવ્યો નથી

ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓડીસાના બોલાંગીરમાંથી આ રકમ રીકવર કરવામાં આવી હતી અને આ સ્થળે ધીરજ શાહુ અને તેના પરિવારની લીકર બનાવવાની કંપની આવેલી છે 40 વર્ષ કરતા પણ વધારે સમયથી ચાલતા લીકર બિઝનસ બલદેવ સાહુના નામથી ચાલે છે બલદેવ સાહુ ધીરજ શાહુના પિતા હોય અને તેના પિતાના નામથી આ ધંધો ચાલે છે


