HomeGujaratમોરબીમાં ગેરકાયદે બાંધકામ કરનાર બીલ્ડર સાવધાન !વ્રજ વાટિકા સામે પ્લાન મુજબ કામ...

મોરબીમાં ગેરકાયદે બાંધકામ કરનાર બીલ્ડર સાવધાન !વ્રજ વાટિકા સામે પ્લાન મુજબ કામ ન થતા પાલિકાએ મંજુરી હુકમ કર્યો રદ

મોરબી શહેરમાં અવાર નવાર આડેધડ બાંધકામ થતા હોવાની તેમજ ઘણા કેસમાં મંજુર થયેલા પ્લાનથી વિપરીત બાંધકામ કરી શરતો ભંગ કરવામાં આવતી હોય છે જેનાથી તેની આસપાસ રહેતા લોકોને હાલાકી પડતી હોય છે. અવાર નવાર આ પ્રકારની ફરીયાદો આવતા પાલિકા સક્રિય થઇ છે અને આવા બાંધકામ સાંખી ન લેવા માગતી ન હોય તેમ એક્શન મોડમાં આવી છે ત્યારે મોરબીમાં આ રીતે આડેધડ બાંધકામ કરી સામાન્ય લોકો માટે જોખમ ઉભું કરનાર બિલ્ડરોએ હવે સાવધાન થઇ જવાની જરૂર છે પાલિકાએ નિયમ ભંગ કરનાર બિલ્ડરને પાઠ ભણાવતો આદેશ કર્યો છે જેમાં વજેપરના સર્વે નંબરની એક જમીનમાં થતા બાંધકામની ફરિયાદ મળી હતી આ ફરિયાદમાં બીલ્ડર દ્વારા મંજુર થયેલા નકશા મુજબ નું બાંધકામ ન થતા પાલિકાએ આપેલી મંજૂરીનો હુકમ રદ કરી દીધો હતો. પાલિકાના આ હુકમથી ગેર કાયદેસર બાંધકામ કરનારા બિલ્ડર એન કેન રીતે મંજુરી મેળવી લેશે તેવા વહેમમાં રહેવું નહી તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો હોય તેમ લાગી રહ્યું છે

મોરબીના શહેરના વજેપર વિસ્તારના વ્રજ વાટિકા સોસાયટી ગેટની સામે સર્વે નંબર 999 ની પૈકીની 9468 સર્વેની જમીન શિવ ડેવલોપર્સ નામના બિલ્ડર્સ દ્વારા બાંધકામ શરુ કરતા વ્રજ વાટિકા સોસાયટીના સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતોં અને આ મુદે પાલિકામાં લેખિત રજૂઆત કરી હતી એજમાં તેઓ દ્વારા બાંધકામને લઇ હાઈકોર્ટમાં પીટીશન ફાઈલ કરી હતી. તેના અનુસંધાને હાઈકોર્ટે આપેલ ઓરલ ઓર્ડર અંગે જરૂરી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી

જેમાં કોર્ટના આદેશ મુજબ પાલિકા દ્વારા બન્ને પક્ષકાર એવા વ્રજ વાટિકા સોસાયટીના પ્રમુખ તેમજ શિવ ડેવલોપર્સને પોતાનો પક્ષ રાખવા જરૂરી આધાર પુરાવા સાથે પાલિકામાં હાજર રહેવા આદેશ કર્યો હતો જે બાદવ્રજ વાટિકા સોસાયટી વતી અરજદાર પોતે હાજર રહ્યા હતા જ્યારે સામે પક્ષે શિવ ડેવલોપર્સ વતી તેમના વકીલ હાજર રહ્યા હતા

વ્રજ વાટિકા સોસાયટી વતી અરજદાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે વજેપર ગામના સર્વે નંબર 999 પૈકીની જમીન 9468 ચોરસ મીટરને રહેણાંક હેતુ માટે હેતુફેર કરવામાં આવી હતી જે પૈકી જમીન નંબર 1/2/3 ને 14/10/2022 ના રોજ કલેકટરના હુકમથી હેતુફેર કરવામાં આવેલી હતી આ જમીનનો હેતુ ફેર કરનાર પુજા કન્સ્ટ્રકશન પાસેથી આ કામના સામા વાળા શિવ ડેવલોપર્સ દ્વારા વેચાણથી પ્લોટ નંબર 1 થી 3 ખરીદી કરવામાં આવી હતી અને તેના પર બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું કોર્ટમાં સ્પેશ્યલ પીટીશન દાખલ કરવામાં આવી હતી જે અન્વયે અરજદાર દ્વ્રારા કરવામાં આવેલ મુખ્યત્વે રજૂઆતમાં બાંધકામ કરનાર બિલ્ડર દ્વારા જિલ્લા કલેકટરના હેતુફેરના હુકમમાં જણાવ્યા મુજબની શરતોનું પાલન કરવામાં આવ્યું ન હોવા છતાં આ ઉપરાંત નગર નિયોજક દ્વારા મંજુર કરવા આવેલા આઉટ પ્લાનમાં રેકર્ડ સાથે છેડા કરી અને બાંધકામ પરવાનગી મેળવેલા હોવા તથા બાંધકામ મંજુરી સમયે રજુ કરેલા નકશા લે આઉટ પ્લાનમાં રસ્તાની મધ્ય રેખાથી 12 મીટર અંતર દર્શાવેલા છે તેમજ બિલ્ડીંગ ના આંતરિક રસ્તાઓને મેઈન રોડ દર્શાવી બાંધકામ પરવાનગી મેળવેલ હોવાનું જણાવ્યું હતું જે અંગેના જરૂરી મંજુરી અંગેના રેકોર્ડ પણ અરજદારે કોર્ટમાં રજુ કર્યા હતા બીજી તરફ શિવ ડેવલોપર્સ દ્વારા મૌખિક રીતે તમામ બાંધકામ નિયમ મુજબ કર્યી હોવાનું મૌખિક રજૂઆત કરી હતી પરંતુ તેને લગતા લેખિત પુરાવા રજુ કરાયા ન હતા
બને પક્ષ દ્વારા કરાયેલ દલીલ બાદ નગર પાલિકા દ્વારા તમામ દસ્તાવેજ તપાસ કરી હતી જેમાં શિવ ડેવલોપર્સના ભાગીદારો દ્વારા રજુ કરેલા નકશામાં 24 મિટર દર્શાવ્યો હતો જોકે આ રોડ 20 મિટરના હોવાનું સામે આવ્યું છે. odps માં મંજુર થયેલા બાંધકામમાં પૂર્વ દિશા અને દક્ષિણ દિશામાં રસ્તા દર્શાવેલ છે જોકે આ રસ્તા મૂળ પ્લાનના અંતરીક રસ્તા છે

બિલ્ડર દ્વારા મંજુર થયેલા પ્લાનમાં રોડ સાઈડ માર્જીન પણ દર્શાવ્યું ન હોવાનું તેમજ જે તે વખતે કલેકટર કચેરીથી બિન ખેતી મંજુરી વખતે આપેલી શરતો નો પણ ભંગ કર્યો હોવાનું સામે આવતા મોરબી નગર પાલિકા દ્વારા આપવમાં આવેલા ODPSમાં મંજુર મંજુરી ઓર્ડર નંબર 128BP 232 40011 ને રદ કરી દીધો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW