HomeGujaratહળવદ તાલુકાના મીયાણી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પહોચ્યા,વિવિઘ યોજનાના લાભ...

હળવદ તાલુકાના મીયાણી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પહોચ્યા,વિવિઘ યોજનાના લાભ પહોંચ્યા

રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનવ્યે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના મીયાણી ગામે રથનું આગમન થયું હતું. જ્યાં ગામમાં ઉષ્માભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મીયાણીના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ અને ODF plus અંતર્ગત પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.આયુષ્માન કાર્ડ સહિત વિવિધ યોજનાના લાભોથી મીયાણીના ગ્રામજનોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ,  ઉજ્જવલા યોજના, વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મીયાણી ગામના આગેવાનો અને ગ્રામજનો, સરકારી વિભાગના અધિકારી/કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW