માળિયા મિયાણા તાલુકાના રોહીશાળાના ગામમાં એક ખેડૂત ખેતરમાં ડિઝલ આપવા ગયો હતો તે દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા કોઈ હથીયારના ઘા ઝીકી અજાણ્યા શખ્સ દ્વારા હત્યા કરી ફરાર થઇ ગયા હતા વહેલી સવારે તેનો મૃતદેહ મળી આવતા ઘટનાની જાણ થઈ હતી

બનાવ ની જાણ થતા ડીવાય એસપી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી બનાવ અંગે પોલીસ ગુન્હો નોધાવા તજવીજ હાથ ધરી છે

માળિયા મિયાણા તાલુકા રોહીશાળા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પરેશભાઈ જાદવજી કાલરીયા નામના ખેડૂત ગત રાત્રીના ખેતરે મજુરને ડિઝલ આપવા ગયા હતા . ડિઝલ આપવા ગયા બાદ આખી રાત પરત ન ફરતા પરિવારે તપાસ કરતા ખેતર અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથીયારથી ગળાના ભાગે હુમલો કરી હત્યા કરાયેલી હાલતમાં મળી આવતા પરિવારજનો હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરતા મતદેહ પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા ડીવાયએસપી, એલસીબી માળિયા પોલીસની ટીમ સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી

