Thursday, July 4, 2024
HomeGujaratસુરત કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતાં 24 કામદારો ઘાયલ, 7ના...

સુરત કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતાં 24 કામદારો ઘાયલ, 7ના મોત

સચિન GIDCમાં બુધવારે એક કેમિકલ પ્લાન્ટમાં સ્ટોરેજ ટેન્કમાં વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી હતી. અકસ્માતની ઘટનામાં બુધવારે 24થી કામદાર ઈજાગ્રસ્ત થવાની ઘટના બાદ પ્લાન્ટની તપાસ દરમિયાન 7 લોકો લાપતા હોવાનું સામે આવતા તંત્રએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પ્લાન્ટમાં લાપતા થયેલા 7 લોકો પૈકી 6 લોકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 30 નવેમ્બરે સવારે 7માં વ્યક્તિનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બુધવારે એથર કંપનીના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી હતી. કંપનીના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 24 થી કામદાર ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં દાઝી ગયેલા કામદારોનો આંકડો હજુ પણ વધ્યો હતો. છેલ્લી માહિતી અનુસાર સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં કારીગરો દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,375FollowersFollow
2,000SubscribersSubscribe

TRENDING NOW