HomeGujaratમોરબીના જાંબુડીયા નજીક ટ્રકે યુવકને હડફેટે લીધો, કમકમાટી ભર્યું મોત

મોરબીના જાંબુડીયા નજીક ટ્રકે યુવકને હડફેટે લીધો, કમકમાટી ભર્યું મોત

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલા જાંબુડિયા ગામ પાસે પુર ઝડપે આવેલા એક ટ્રકે બાઈક સવાર યુવકને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુધ્દ ગુન્હો નોધવા તજવીજ હાથ ધરી હતી

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના પ્રેમજીનગરનો વતની મહેશ બાબુભાઈ પીપળીયા નામનો 21 વર્ષીય યુવક તેનું બાઈક લઈને નેશનલ હાઈવે પર જાંબુડીયા ગામ પાસેના સર્વિસ રોડ પરથી બાઈક લેઈને પસાર થતો તે દરમિયાન પુર ઝડપે આવેલા જી.જે.36 એ,એચ 0441 નંબરના ટ્રકે ઠોકર મારી હતી અને માથે વ્હીલ ચઢાવી દેતા યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવ બાદ મૃતકને સિવિલ હોસ્પિટલ ખસેડતા મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસ ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW