મોરબી શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ 2 ડેમમાંથી રવી સીઝનમાં ખેડૂતો વાવણી કરી શકે તે માટે પાણી છોડવામાં આવ્યું છે આ પાણી મુખ્ય કેનાલમાંથી થઇ ગ્રામ્ય વિસ્તારમાં પહોચાડવામાં આવી રહ્યું છે અને આ મુખ્ય મોરબી લીલાપર, રવાપર મોરબી શહેર થઇ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં થઈને જતી હોવાથી જયારે પણ કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે શહેરીજનો માટે નવી મુસીબત લઈને આવે છે સિંચાઈ વિભાગ દ્વારા ગઈ કાલે રવી પાક માટે ડેમમાંથી કેનાલ થાકી પાણી છોડવામાં આવ્યું હતું જોકે પાણી છોડતા પહેલા યોગ્ય રીતે સફાઈ કર્યા વિના તેમજ કેનાલની કેપેસીટી કરતા વધુ પાણી છોડવામાં આવતા કેનાલ ઓવર ફ્લો થવા લાગી હતી શહેરના એસપી રોડથી રવાપર ચોકડી તેમજ રવાપર ચોકડીથી છે ઉમિયા સર્કલ સુધી પાણી રોડ પર ફરવા લાગ્યા હતા જેના કારણે રસ્તા પર વગર વરસાદે નદી દોડતી થઇ ગઈ હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા વહેલી સવારથી આ રીતે રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો અને કેનાલ આસપાસ રહેતા લોકોની હાલત કફોડી બની હતી

