મોરબીના આમરણ ગામ નજીક આવેલા ડાયમંડ નગર નજીક આવેલા પુરુસાર્થ જીનીંગ મિલમાં તસ્કરો ત્રાટક્યા હતાને તેમાં રહેલી મશીનીરીની 22 જેટલી ઇલેક્ટ્રિક મોટરની ચોરીની ઘટના બની હતી જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન બાતમી મળી હતી કે બોલેરો કારમાં ધૂળકોટ તરફ કેટલાક શખ્સ શંકાસ્પદ ઈલેક્ટ્રીક મોટર સાથે ફરતા હોય અને વેચવાની ફિરાકમાં હોય આ બાતમી આધારે પોલીસે ધૂળકોટ ગામની સીમમાં આવેલા મેલડી માતાના મંદિર પાસે પુલ પાસે વોચ ગોઠવી વાહન ચકાસણી કરી હતી દરમિયાન જીજે 36 ટી 8318 નંબરની બોલેરો કાર આવતા તેને રોકાવી હતી અને તેની તલાસી લેતા તેમાં ઇલેક્ટ્રિક મોટર મળી આવતા તેની ડ્રાઇવરની પૂછ પરછ કરતા તે યોગ્ય જવાબ ન આપી શકતા તેની આગવી ઢબે પૂછ પરછ કરતા ઇલેક્ટ્રિક મોટર ચોરીની હોવાનું જણાવતા પોલીસે ચારેયની આરોપીની ધરપકડ કરી હતી અને તેમના નામ પૂછતા સંજય લીબુંભાઈ કુંઢીયા,સુરેશ લાભુભાઈ કુંઢીયા,અશોક ધીરુભાઈ દેલવાડીયા અને ભરત ભવાનભાઈ ગાંગડીયાને ઝડપી લીધા હતા અને તેની વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી