મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી આમરણ તરફ જતા રોડ પર ડાયમંડ નગર પાસે આવેલા પુરુષાર્થ જીનીંગ મિલ નામની ફેક્ટરીમાં થોડા દિવસ પહેંલા તસ્કરો ત્રાટક્યા હતા અને ફેક્ટરીના શેડની બારીની ગ્રીલ તોડી તેમ રહેલી રૂ 1.99 લાખની કિમંતની 22 ઈલેક્ટ્રીક મોટરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ઘટના અંગે ફેક્ટરીના માલિક રાજેશભાઇ દયાલજીભાઇ બોડા એ અજાણ્યા શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી અને તેના આધારે પોલીસે ગુન્હો નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.