મોરબી જીલ્લામાં દારૂબંધીના મસમોટા દાવા વચ્ચે દારૂનું વેચાણ બેફામ થઇ રહ્યું છે જિલ્લાના મોટાભાગના ગામડા દારૂના દુષણથી બાકાત રહ્યા નથી સ્થિતિ એટલી હદે ખરાબ થઇ ચૂકી છે કે પુરુષોતો ઠીક હવે સ્ત્રીઓ પણ દારૂના વેચાણમાં ઘુસી ગઈ છે. તો ટંકારા પંથકમાં તો ખુદ માતા જ તેની પુત્રીને દારૂ વેચવા મોકલી હોવાની ઘટના સામે આવી છે. હાલ તો પોલીસે આ ઘટનામાં બન્ને વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે પરંતુ મોરબીમાં આવી કેટલીય મહિલા દારૂના ગેરકાયદે વેપલામાં ધકેલાઈ ગઈ હશે તે ચિંતાનો વિષય છે જિલ્લામાં દારૂબંધીની માત્ર વાતો જ સાંભળવા મળે છે. વાસ્તવિકતા તો એ છે દારૂ જિલ્લાના શહેર અને ગામડા તમામ સ્થળોએ ચિંતાજનક સ્થિતિએ પહોચી ગયા છે.
બનાવની મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ મથકવિસ્તારમાં આવતા નેકનામ પડધરી રોડ પર આવેલ રેડકો કારખાનાની બહાર રોડ પર જી.જે.-૦૩-કે.આર.-૦૯૭૮ નંબરના એકટીવામાં જયશ્રીબેન ચમનભાઇ નામની યુવતી થેલીમાં ૦૭ લીટર જેટલો દેશી દારૂ લઈને વેચવા નીકળી હતી જોકે આ દારૂ તે વહેચે તે પહેંલા પોલીસ ની ઝપટમાં આવી ગઈ હતી અને પોલીસે દારૂ સાથે ઝડપી પાડી હતી અને તેની પૂછપરછ કરતા આ દારૂ તેની માતા કમળાબેન ચમનભાઈએ આપ્યો હોય અને તે વેચવા જતી હોવાનું જણાવ્યું હતું જે બાદ પોલીસે દારૂ અને એકટીવા સહીત રૂ ૨૦,૧૪૦નો મુદામાલ જપ્ત કર્યો હતો જોકે ઘટના વખતે સાંજનો સમય હોવાથી યુવતીની અટકાયત કરવામાં આવી ન હતી. આ અંગે ટંકારા પોલીસે માતા પુત્રી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી