મોરબી તાલુકાના પંચાસર ગામ પાસે આવેલી ફૂલકી નદી પાસે એક શખ્સ ગેર કાયદે જામગરી બંધુક સાથે ફરતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેમના આધારે પોલીસે વોચ ગોઠવી એક શખ્સને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી
બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પંચાસર ગામના ફૂલકી નદી ગામ પાસે શનાળા ગામ જવાના રસ્તે સફૂરભાઈ જલાબદિન કાજળીયા નામનો શખ્સ લાયસન્સ વિના ગેર કાયદે હથિયાર સાથે ફરતો હોવાની પોલીસમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂ 2000ની કિમતની ગેરકાયદે રાખેલી જામગરી બંધુક જપ્ત કરી હતી અને તેના વિરુદ્દ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી