રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવ વધી રહ્યા છે ત્યારે દિવાળીના પર્વમાં પણ હાર્ટ એટેકથી મોત થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં મોરબીના ટંકારામાં ભુવાજીનું, રાજકોટમાં મહિલાનું, વાંકાનેર અને અમરેલીમાં પણ હાર્ટ એટેક આવવાથી એક એક વ્યક્તિનું મોત નીપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા ટંકારા તાલુકાના નાના રામપર ગામે માતાજી ના માંડવામાં ખારચીયા ગામના ભુવાજી મોહનભાઈ પરબતભાઈ બોસિયા ઉ.55 ધુણતા સમયે તેમનું હાર્ટ અચાનક બેસી જતા મોત નીપજતાં ધાર્મિક પ્રસંગ માં ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો જોકે સમગ્ર મામલે પોલીસ સ્ટેશન કોઈ નોંધ થઈ નથી બીજો બનાવ પડધરી ખોડાપીપર ગામે રહેતા ભાનુબેન ધીરુભાઈ ગરસોડિયા ઉંમર વર્ષ 60 બેસતા વર્ષના દિવસે ઘરે બેભાન થઈ ઢળી પડતા સરવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા જોકે તબીબોએ હાર્ટએટેક થી મોત થયાનું જાહેર કરતા ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી વૃદ્ધના મોતથી બે પુત્રોએ માતાનું છત્ર ગુમાવ્યું છેત્રીજો એક બનાવ આજીડેમ ચોકડી નજીક ગોકુલ પાર્કમાં રહેતા પરેશભાઈ ભનુભાઈ ભટ્ટી ઉંમર વર્ષ ૩૨ ના દિવસે મહીકા મિત્રને મળવા ગયા હોય ત્યાં પાનની દુકાન પાસે જ બેભાન થઈ ઢળી પડતા 108 મારફત સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આજી ડેમ પોલીસની તપાસમાં મૃતક બે ભાઈ અને એક બહેન અને સંતાનમાં એક પુત્ર હોવાનું તેમજ હીરા ઘસવાનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે કોઠારીયા રોડ પર આવેલ વિજયનગરમાં રહેતા અને કારખાનામાં કામ કરતા હિતેશભાઈ બાબુભાઈ કાકડીયા ઉંમર વર્ષ 45 ને છાતીમાં દુખાવો ઉપડતા સિવિલ હોસ્પિટલ લાવતા દમ તોડી દીધો હતો ભક્તિનગર પોલીસની તપાસમાં મૃતક ત્રણ ભાઈમાં મોટો હોવાનું જાણવા મળ્યું છે વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા શૈલેષકુમાર અશોકભાઈ દાદરેચા ઉ.28 નામના યુવાનને મેલડી માતાજીના મંદિર પાસે અચાનક હાર્ટ એટેક આવી જતા સારવાર માટે સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે ખસેડવામાં આવતા સારવાર કારગત નિવડતા મૃત્યુ નીપજ્યું હતું વાંકાનેર સિટી પોલીસે તપાસ શરૂ કરી છે પીપાવાવ પોર્ટ ખાતે રહી નોકરી કરતા વિકાસકુમાર ફકિરચાંદ અકેલા ઉ.37ને સવારે એટેક આવતા તેમનું મૃત્યુ થતાં રાજેન્દ્રકુમાર નારણભાઈ શ્રીમાળીએ પોલીસમાં જાહેર કર્યું હતું