સોશિયલ મીડિયા માં અવાર નવાર ગેર કાયદેસર હથિયાર લઈને સીન સપાટા નાખતા વિડીઓ અને ફોટા મૂકી કાયદો હાથમાં લેતાં વિડીઓ મૂકતા હોય છે. આવી ઘટના સામે આવતા પોલીસ ફરીયાદ નોધી કાયૅવાહી કરતી હોય છે.તેમ છતાં સીન સપાટા નાખનાર સંખ્યા વધી છે આવી જ રીતે વધુ એક શખ્સને સોશ્યલ મીડિયામાં સીન સપાટા કરતા એસઓજી ની ટીમે ઝડપી લીધો હતો.
બનાવની મળતી માહિતી મુજબ વોટ્સએપ સ્ટેટ્સમાં બારબોરના હથિયાર સાથેનો ફોટો અપલોડ કરી સમાજમાં ભય ફેલાય તેવું કૃત્ય આચરનાર મોરબી તાલુકાના જુનાબેલા (આમરણ) ગામે રહેતા આરોપી રફીકભાઈ ઉર્ફે ભોલો હસનભાઈ કટીયા નામના શખ્સને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી લઈ આ શખ્સને પરવાના વાળું પોતાનું હથિયાર આપનાર રતીલાલ વેલજીભાઈ માલકીયા (ઉ.વ.૫૪) રહે. નવા માવનાગામ તા.જોડીયા જી. જામનગરવાળાની અટક કરી આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૯, ૩૦ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.