મોરબી શહેરથી નાની વાવડી તરફ જતા રોડ પર વાવડી ચોકડી નજીક સતનામ ગૌ શાળાના પાછળ ના ભાગે તળાવમાં કેટલાક મિત્રો નાહવા પડ્યા હતા જેમાંથી માહિર અતુલભાઈ ટીકરિયા નામનો ૧૫ વર્ષીય સગીર ડૂબવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતાં મોરબી એ ડિવિઝન પોલીસ ની ટીમ,ફાયર વિભાગની ટીમ અને ૧૦૮ ઇમરજન્સી ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સગીરની શોધખોળ કરી હતી.લાંબી શોધખોળ બાદ મોડી સાંજે માહિરનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી હતી.