મોરબીના ટીંબડી ગામના પાટિયા નજીક આવેલા ઓએસિસ સિરામીક ફેકટરીના રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિક વચ્ચે કોઈ બાબતે માથાકુટ થઈ હતી. જે બાદ તેમના વચ્ચે છૂટા હાથે મારામારી થતાં રાજેન્દ્ર કિશોર અમલિયાર નામના ૨૩ વર્ષીય યુવાન અને રાધેશ્યામ કરણસિંહ ભુરીયા નામનાં ઉમર વર્ષ ૩૭ વાળાને ઈજા પહોંચી હતી જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.