મોરબીના રવાપર ગામમાં આવેલા ધી ગાર્ડન એપાર્ટમેન્ટમાં આવેલા ત્રીજા માળે રહેતાં યોગેશ પ્રેમદાસ રામાવતના ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી ઘટના બાદ સ્થાનિકો દ્વારા ફાયર એકસ્ટીનગ્યુસર દ્વારા આગ બુઝાવવા પ્રયાસ કર્યો હતો.ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને આગ બુઝાવતા મોટી જાન હાની થઈ ન હતી.