દિવાળી પર્વમાં ઠંડીનો હળવો ડોઝ શરુ થઇ ગયો હોય તેમ વહેલી સવારે અને રાત્રીના સમયે પણ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે હાલ વાતાવરણમાં હળવી ઠંડીનો દૌર શરુ થઇ ગયો છે રાત્રીના સમયે તેમજ વ્હેલી સવારે હળવી ઠંડીનો અનુભવ થવા લાગે છે. રાત્રી દરમિયાન અને વહેલી સવારે ઠંડી પડ્યા બાદ બાદ ધીમે ધીમે ગરમીનું જોર વધે છે. જેના કારણે મીશ્ર ઋતુંનો અનુભવ થવા લાગ્યો છે. નવેમ્બરની શરૂઆતમાં જ જે રીતે ઠંડીનું જોર વધી રહ્યું છે તે જોતા એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ચાલુ સપ્તાહ દરમિયાન લઘુતમ પારો 21 ડીગ્રી સુધી પહોચી રહ્યા છે. આગામી દિવાળી પર્વ બાદ ઠંડીનું જોર વધશે.15 દિવસ બાદ વધુ ઠંડીનો પણ અહેસાસ શરુ થવા લાગશે.આ સમય દરમિયાન અચાનક ધુમ્મસ ભર્યું વાતાવરણ પણ સર્જાઈ શકે છે જેના કારણે વિઝીબીલીટીમાં પણ ઘટાડો થવાની સંભાવના હાલ વાતાવરણમાં એકથી બે ડીગ્રી તાપમાન ઘટ્યું છે આગામી દિવસોમાં વધુ ઝડપથી પારો નીચે ગગડશે તેવી પુરેપુરી સંભાવના છે