મોરબી શહેરમાં દિવાળી પર્વમાં અલગ અલગ વિસ્તારમાં આગ લાગવાની ઘટનામાં ઝડપથી વધારો થયો છે. દીવાળીની રાતથી શરૂ થયેલો આગનો સિલસિલો ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો હતો અને મંગળવારે રાત્રે મોરબીના શનાળા રોડ પર આવેલા શુભ રેસ્ટોરન્ટના પાછળ ના ભાગે આવેલ એક સોસયટીના ખાલી પ્લોટમાં ઉગી નીકળેલા જારી જાખરા અને બાવડાં આગ ભભુકી ઉઠી હતી.ઘટનાની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.આગ રહેણાંક મકાન થી થોડી દૂર હોવાથી કોઈ જાન હાની ન થઈ ન હતી.આગ ફટાકડા ફોડવાથી ત્યાં તેનો તણખો પહોંચ્યા બાદ આગ લાગી હોવાનું તારણ લગાવાઈ રહ્યું છે.

