ગત તા.11 ના રોજ મહિલા હેલ્પ લાઈન 181મા કોલ આવ્યો હતો જેમાં એક વ્યકિત જણાવ્યુ હતું કે .
મોરબી શહેરમાં એક મહિલા તેના એક માસના બાળક સાથે એકલી હોય અને ભૂલી પડી હોય તેવું લાગી રહ્યું છે જેથી તેને પરિવાર સુધી પહોંચવા માટે મદદની જરૂર છે આ કોલ બાદ મહિલા અભયમ 181ની મોરબી લોકેશન ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન તેમજ કોન્સ્ટેબલ ભારતીબેન પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં મહિલા પાસે જઈ સૌપ્રથમ મહિલાને પહેલા સાંત્વના આપેલ ત્યારબાદ તેમનું કાઉન્સિલિંગ કરેલ જેમાં મહિલાએ તેની આપવીતી જણાવી હતી જેમાંતેમને એક માસનું બાળક હોય તેવો બિહારના હોય પાંચ દિવસ થાય મોરબીમાં અહીંયા કંપનીમાં કામ કરવા માટે આવેલ હોય મહિલાના પતિ મહિલા ને રસ્તામાં મૂકી જતા રહેલ હોય તેમના પતિનો ફોન પણ બંધ આવતો હોય મહિલાને તેઓ ક્યાં રહે છે તે ખબર ના હોવાથી આજુબાજુના વિસ્તારમાં મહિલાને લઈ જઈ ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેઓ ક્યાં રહે છે તે મળેલ ના હોવાથી મોરબી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવેલ મહિલાએ 181 અભયમ ટીમનો ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

