HomeGujaratમોરબીવાસીઓ હર્ષોલ્લાસ સાથે દિવાળી ઉજવી શકે તે માટે ફાયર,આરોગ્ય પોલીસની ટીમ રહેશે...

મોરબીવાસીઓ હર્ષોલ્લાસ સાથે દિવાળી ઉજવી શકે તે માટે ફાયર,આરોગ્ય પોલીસની ટીમ રહેશે તૈનાત 

દિવાળી પર્વની આજે લોકો થનગની રહ્યા છે. મોરબી શહેરની બજારમાં છેલ્લા એક સપ્તાહથી ચાલતી દોડધામ હવે પૂર્ણ થતા લોકો હ્ર્સોલ્લાસ સાથે ઉજવણી કરશે લોકો દિવાળીનો પર્વ શાંતિ પૂર્વક ઉજવી શકે તેમજ જો કોઈ ઈમરજન્સી સર્જાઈ તો તાત્કલિક મદદ મળી રહે તે માટે મોરબી જીલ્લાનું ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ પોલીસ તંત્ર ખડે પગે રહેશે. મોરબીવાસીઓના જાન માલ ની સુરક્ષા હોય કે આરોગ્ય લગતી ઈમરજન્સી બાબતમાં ઝડપી મદદ મળી રહે તે માટે જિલ્લાના વિવિધ વિભાગના કર્મચારીઓ તહેવારના દિવસે પરિવાર સાથે ઉજવણી કરવાના બદલે લોકોની સુવિધા માટે દોડશે .

ફાયર વિભાગ અલગ અલગ ત્રણ સ્થળે બ્રાઉઝર સાથે રહેશે તેનાત 

દિવાળીના પર્વમાં સામાન્ય દિવસની સરખામણીમાં આગજનીના બનાવ વધી જતા હોય છે ખાસ કરીને રાત્રીના સમયે લોકો દ્વારા કરવામાં આવતી આતશ બાજીના કારણે ક્યારેક નાની મોટી આગની ઘટના બનતી રહે છે અને તેના કારણે ફાયર વિભાગની ટીમ સતત સક્રિય રહેશે. મોરબી ફાયર વિભાગના ત્રણ બ્રાઉઝર શહેરના નવા બસ સ્ટેશન, ફાયર સ્ટેશન તેમજ સામા કાઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે તેનાત કરવામાં આવશે અને એક વાહનમાં 5 ફાયર ફાઈટર એમ કુલ 15 જવાનો તૈનાત રહેશે જેથી કોઈ આગજનની ઘટના બને તો તુરંત સ્થળ પર પહોચી શકાય તેમ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું 

મોરબી 108ની એમ્બ્યુલન્સ 11 લોકેશન પર રહેશે

તહેવાર દરમિયાન જયારે મોટાભાગના લોકો પરિવાર સાથે ઉજવણી કરવામાં વ્યસ્ત હશે ત્યારે લોકોના આરોગ્ય ક્બાબતમાં કોઈ મુશ્કેલી સર્જાઈ તો તાત્કાલિક ઈમરજન્સી સારવાર મળી રહે તેમજ વહેલી તકે હોસ્પિટલમાં પહોચી શકાય તે માટે 108 ઈમરજન્સી સેવા પણ સક્રિય કરી છે મોરબી શહેરના 4 લોકેશન મળી જિલ્લાના કુલ  11 સ્થળે એમ્બ્યુલન્સ તૈનાત રહેશે અને કોઈ પણ પ્રકારની ઈમરજન્સી સેવા ઉપલબ્ધ રહેશે તેના માટે અમારા ૨૫ જેટલા લોકોની ટીમ સતત તૈનાત રેહેશે તેમ 108 ઈમરજન્સીના ઈએમઈ ભુપેન્દ્રભાઈએ જણાવ્યું હતું 

મોરબી જિલ્લા પોલીસની ટીમ પણ રહેશે ખડેપગે 

તહેવારના સમયમાં જયારે લોકો પરિવાર સાથે  ઉજવણી કરવામાં વ્યસ્ત હોય ત્યારે લોકોના જાન માલના રક્ષણ તેમજ કાયદાનું પાલન થાય અને આવારા તત્વો દ્વારા લોકોને ખોટી રીતે કનડગત ન કરે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લા પોલીસ કંટ્રોલ પીસીઆર, પોલીસ મથકની વાહન અને સ્ટાફ સહિતના ફરજ પર હાજર રહેશે જેથી કાયદો વ્યવસ્થાની લગતી બાબત કે ઈમરજન્સી સેવામાં ઝડપથી સ્થળ પર પહોચી રેસ્ક્યુ કરી શકાય આ ઉપરાંત શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિને પણ કન્ટ્રોલ રાખવા પણ જિલ્લા ટ્રાફિક અને શહેર ટ્રાફિક પોલીસની ટીમ પણ સક્રિય જોવા મળશે.

જિલ્લાની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી સેવા રહેશે શરુ 

તહેવારના સમયમાં જયારે મોટાભાગના લોકો ઉજવણીમાં વ્યસ્ત હોય તેવા સમયે જો મેડીકલ ઈમરજન્સી આવી પડે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે તેમાં પણ દિવાળી બાદ સતત 5 દિવસ સુધી મીની વેકેશન જેવો માહોલ રહેતા હોય્ છે આવા સમયે લોકોને સારવાર મળી રહે તે માટે મોરબી,વાંકાનેર હળવદ સહિતની તમામ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી સેવા શરુ રાખવામાં આવી છે જેથી દર્દીને સારવાર મળી શકે અને તેમનો જીવ બચાવી શકાય 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW