આમ તો ગુજરાતમાં દારૂની બધી છે પરંતુ સમગ્ર ભારતના તમામ રાજ્યો કરતા ગુજરાતમાં સૌથી વધારે દારૂ વેચાઈ રહ્યો છે આ વાત હકીકત છે. અને આના જ કારણે અધિકારીઓના ચૂલે રોટલા રંધાઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર દારૂ બેફામ વેચાઈ રહ્યો છે. ત્યારે મોરબીના રફાળીયા ગામ પાસે દારૂની આખે આખી ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે .

ગાંધી ના ગુજરાતમાં દારૂબંધીનું ખાલી નામ જ છે. પરંતુ વાર તહેવાર નહીં સાહેબ દરરોજનો કરોડો રૂપિયાનો દારૂ તો ખાલી ગુજરાતમાંથી પકડાઈ રહ્યો છે. તો ગુજરાતમાં કેટલો દારૂ ઘુસાડવામાં આવતો હશે? કારણ કે જેટલો દારૂ પકડાય છે એના કરતાં પણ વધારે દરેક જિલ્લામાંથી બુટલેગરો ઝડપાઈ રહ્યા છે. તો સાહેબ ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપર જ છે કે પછી દારૂબંધીના નામે ઘણા બધા અધિકારીઓના ઘરના રોટલા રંધાઈ રહ્યા છે
મોરબીના રફાળેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા બાલાજી એન્ટરપ્રાઈઝ નામની બંધ ફેકટરીના ગોદાઉનમાં મોડી સાંજે મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો અને બંધ ગોડાઉનની આડમાં ચાલતી મસ મોટી ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરીને ઝડપી પાડી હતી. આ ઘટનામાં લગભગ 11 લોકો પોલીસના હાથવેતમાં હોવાનું સામે આવ્યું છે અને હાલ પણ કાર્યવાહી ચાલુ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ દારૂ ફેક્ટરી બનાવવામાં ઉપયોગમાં લેવાતા મશીનરી ત્યાં કામ કરતા લોકો તેમજ અંદાજીત રૂ ૧૫ લાખની કીમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે હજુ મુદ્દામાલ ગણવાની કામગીરી યથાવત હોવાથી આ આંકડો વધી શકે છે

આ અગાઉ પણ મોરબીના વાંકાનેર વિસ્તારમાં ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરી જળવાઈ હતી ત્યારે ફરી એક વખત મોરબીમાંથી ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે ત્યારે સાહેબ સીધો જ સવાલ થઈ રહ્યો છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમ છલમ થઈ રહી છે શું આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી તે પોલીસના ધ્યાનમાં અત્યાર સુધી નથી આવ્યું કેમ મોરબીમાં વારંવાર ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ રહી છે શું મોરબી જિલ્લા પોલીસવાળા દારૂ સામે કડક કાર્યવાહી નથી કરી શકતા શું પોલીસ મથક બૂટલેગરો ના હપ્તેથી ચાલે છે આવા અનેક સવાલો થઈ રહ્યા છે
હાલ મોરબી એલસીબી દ્વારા રફાળીયા ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં દરોડા પાડી અને 11 જેટલા લોકોને ઝડપી પાડ્યા છે જ્યારે આ દારૂ બનાવવામાં વપરાતા મશીનરી સહિત લાખો રૂપિયાનો દારૂ ઝપ્ત કર્યો છે હાલ તો પોલીસ દ્વારા તમામ મુદ્દા માલ ની ગણતરી કરવાની કામગીરી હાથ ધરી છે
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે બળાત્કાર, હત્યા, લૂંટ, અપહરણ, ધાક ધમકી, ખંડણી, બ્લેકમેલિંગ, હનીટ્રેપ, લેન્ડગ્રેબીન, કબજા સહિતના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ શું કરી રહી છે સાહેબ શા માટે આવા ગુનાખોરોને તમે ડામી નથી શકતા ? સાહેબ શું કામ મોરબીમાં સતત ગુનાખોરીની પ્રવૃત્તિઓ વધી રહી છે મોરબીની ક્યારે આ ગુનાખોરી માંથી મુક્તિ મળશે એવા સવાલો આજે લોકોમાં ચર્ચાય રહ્યા છે ?

ઉલ્લેખનીય છે કે લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે પોલીસને માત્ર દારુ અને જુગારની રેડ કરવામાં જ રસ છે કારણ કે દારૂ અને જુગારીયા ને રેડ કર્યા બાદ મસ્ત મોટા રૂપિયા મળી રહ્યા છે આ વાત લોકોના મુખે હાલ તો ચર્ચા રહી છે પરંતુ આ વાત પણ હોઈ શકે તો નવાઈ નહીં કારણ કે પોલીસ ક્રાઈમ રેટ ઘટાડી નથી શકતી અને દિવસે ને દિવસે મોરબીમાં ક્રાઇમ રેટ વધતો જોવા મળી રહ્યો છે હવે જોવાનું રહ્યું આવનારા દિવસોમાં પોલીસ કયા પ્રકારની કામગીરી કરી પોતાની છબી પર લાગેલ ડાઘ ને સ્વસ્થ બનાવે છે કે પછી ડાઘ અચ્છા હૈ તે જોવું રહ્યું
મોરબી જિલ્લા પોલીસમાં પણ જૂથવાદ ચાલી રહ્યો છે જેનો ભોગ જનતા બની રહી છે ક્યારે ઓફિસની બહાર ન નીકળતા પોલીસવાળા કિયા મોઢે ગુનાખોરી ડામવા ની વાતો કરી રહ્યા છે તે સમજાતું નથી પરંતુ સમગ્ર જિલ્લા માં પોલીસની આંતરિક માથાકૂટના કારણે જનતા હેરાન થઈ રહી છે તે કડવી વાસ્તવિકતા છે

