મોરબીના વાવડી રોડ પર આવેલા મારુતિ પાર્કમાં રહેતા પાયલબેન વિશાલભાઇ લાવડીયાના ઘર પાસે તેમના પાડોશી સુભાંગીબેન દ્વારા કચરો એકઠો કર્યો હોય જે કચરો દુર કરવા અને અહી કચરો ન ભેગો કરવા જણાવતા આરોપી શુભાંગીબેન અને શુભાંગી બેનભાઈ હરપાલભાઈ ડોડીયા ઉશ્કેરાઈ ગયા હતા અને પાયલબેન સાથે ઝઘડો કરી તેની સાથે ઝપાઝપી કરવા લગતા વિશાલ ભાઈ બહાર દોડી આવતા આરોપીઓએ તેની સાથે પણ ઝઘડો કરી મારામારી કરતા દંપતીને ઈજા પહોચતા સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

