HomeGujaratમોરબીમાં આર્મી જવાનના ટેસ્ટ નામે લેબોરેટરી કર્મી પાસેથી ઠગ ટોળકીએ 74,700 પડાવી...

મોરબીમાં આર્મી જવાનના ટેસ્ટ નામે લેબોરેટરી કર્મી પાસેથી ઠગ ટોળકીએ 74,700 પડાવી લીધા

મોરબીના નાની વાવડી રોડ પર આવેલા બજરંગ સોસાયટીમાં રહેતા અને લેબોરેટરીમાં કામ કરતા અશોકભાઈ પ્રવીણભાઇ ટુંડીયા નામના કર્મચારીને ગત તા.27ના રોજ ફોન આવ્યો હતો અને સામેથી ડો અફઝલ કાસમાંથી બોલતા હોય અને વાવડી રોડ પર તેઓ પ્રેક્ટીસ કરતા હોવાનું કહી તેમના ફોન પર અજાણ્યા શખ્સનો ફોન કરી તેન આર્મી ઓફિસર હોય અને તેમના જવાનોને લેબોરેટરી કરવાનું હોવાનું કહેતા તમારો નંબર આપ્યા હોવાનું ડો અફઝલ કાંસમાંથીનામથી વાત કરતા શખ્સે જણાવ્યું હતું જે બાદ અશોકભાઈ આવેલા નંબર 6369371420 પર ફોન કરતા સામેથી આર્મી ઓફિસર બોલતા હોય અને 27 જવાનોની લેબોરેટરી કરવાની છે તેમ કહી ફરિયાદી અશોકભાઈને વિશ્વાસમાં લીધા હતા બાદમાં આર્મી જવાનોના ટેસ્ટ માટે જવા માટે ગેટ પાસ કાઢવો પડશે અને તેના માટે આર્મી ઓફિસર તરીકે ઓળખ આપતા શખ્સે એક ગુગલ નંબરમાં પ્રથમ 100 રૂપિયા જમા કરાવવાનું કહેતા 100 રૂપિયા જમા થઇ ગયા હતા બાદમાં સામેથી ગુગલ પે ના ક્રેડીટ કાર્ડ ઓપ્શનમાં જવાનું કહેતા તેઓએ ક્રેડીટ કાર્ડ ઓપ્શન શરુ કરી ક્રેડીટ કાર્ડ નંબર નાખતા તેના ખાતામાંથી રૂ 37,700 અને બીજા 37000 એમ કુલ 74,700 જેટલી રકમ ખાતામાંથી કપાઈ ગયા હતા ઘટના બાદ તેની સાથે છેતરપીંડી ની જાણ થતા તેઓએ ઓનલાઈન ફ્રોડ માટે હેલ્પ લાઈનમાં ફોન કરી ફરિયાદ લખવી હતી જેના આધારે એએ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW