HomeGujaratમોરબીમાં યુવતીનું અપહરણ કરી મુસ્લિમ શખ્સે અવાવરું જગ્યાએ લઇ જઈ મારમારી,દુસ્કર્મ આચર્યું

મોરબીમાં યુવતીનું અપહરણ કરી મુસ્લિમ શખ્સે અવાવરું જગ્યાએ લઇ જઈ મારમારી,દુસ્કર્મ આચર્યું

મોરબી શહેરમાં રહેતા એક પરિવારની 24 વર્ષની દીકરીનું ઈરફાન અલી સુમરા નામના શખ્સે મોડી સાંજે પ્રથમ ઈમોશનલ બ્લેકમેઈલ કરી મળવાના બહાને બોલાવ્યા બાદ ડરાવી ધમકાવી તેનું અપહરણ કરી લઇ ગયો હતો અને મોરબીના કોઈ ગ્રામ્ય વિસ્તારમાં રાતના અંધારામાં લઇ ગયો હતો અને રસ્તામાં ડરાવી ધમકાવી શરીરમાં આડેધડ મારમારી ઈજા પહોચાડી હતી બાદમાં તેને ઘરમાં લઇ ગયો હતો. જ્યાં તેના પરિવારે પણ શખ્સને સપોર્ટ કરી ઘરમાં પૂરી રાખી હતી અને મરજી વિરુદ્ધ્ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ તેના યુવતીના ભાઈને અને પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી જુવાન દીકરી મોડી રાત સુધી પરત ન ફરતા પરિવાર પણ હાફળો ફાફડો થઇ શોધખોળ આદરી હતી દરમિયાન તપાસ દરમિયાન પરિવારને તેમની દીકરીનું લોકેશન મળતા તુરત દોડી ગયા હતા અને આરોપીના ચુંગાલમાંથી છોડાવી હતી સમગ્ર ઘટના અંગે દીકરી એ પરિવારને જાણ કરતા પરિવારે તુરંત હોસ્પિટલ ખસેડી હતી જ્યા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી

ઘટનાની જાણ થતા મોરબીના હિન્દુ સંગઠન આગેવાનો તેમજ ધારાસભ્ય રાજકીય આગેવાનો હોસ્પિટલ એકઠા થઇ ગયા હતા જેના પગલે થોડીવાર માટે માહોલ ગરમાયો હતો બીજી તરફ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોચી હતી અને યુવતીની ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી હતી.

મોરબીમાં દિન પ્રતિદિન લવ જેહાદની ઘટના સતત વધી રહી છે ત્યારે આ ધારાસભ્ય કાંતિભાઈ અમૃર્તિયાએ જણાવ્યું હતું કે અમને આ અંગેની જાણ થતા હું તુરત યુવતીના પરિવારજનોને મળી ફરિયાદ કરવા સામે આવવાં અપીલ કરતા પરિવારે હિમત દાખવી હતી અને ફરિયાદ કરવા આગળ આવ્યા છે આ દુષણ સામે આવતા મે છેલ્લા કેટલાક મહિનાઓથી ગોતી ગોતી બહાર આવવા પ્રયાસ કરી છીએ પોલીસ અને સરકાર પરિવાર સાથે જે પણ કાયદાકીય એક્શન લેવાના થશે તે લેવામાં આવશે જો કોઈ યુવતી કે સગીરાઓને આવા તત્વો કોઈ પણ પ્રકારની ધમકી અપાતા હોય અથવા આવી ઘટનામાં ફસાયા હોય તો તેની સામે ડરવાની જરરુ નથી અમારી પોલીસની ટીમ કે અમારા કાર્યકરોને જાણ કરે જેથી તેમને બચાવી શકાય

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW