વાંકાનેર શહેરમાં લાંબા સમયથી પ્રેક્ટિસ કરતા આયુર્વેદિક ડોક્ટરને લૂંટવા એક ખૂંખાર ગેંગના યુપી મહારાષ્ટ્રના સાગરીતો મોરબી જિલ્લામાં આવી પહોંચ્યા હતા જોકે આ ગેંગ લૂંટને અંજામ આપે તે પહેલા જ.મોરબી પોલીસની ઝપટે ચડી ગઈ હતી.
અગાઉથી મળેલી બાતમીના આધારે અને વાંકાનેર સીટી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને આં ૧૭ વર્ષીય કિશોર સહિત આઠ શખ્સોને ઝડપી લીધા હતા અને બે જેટલી સ્કોર્પિયો કાર અને તેમાંથી પિસ્તોલ,છરી અને રૂપિયા 25,52,400ના મુદામાલ જપ્ત કર્યો હતો .ઝડપી લઈ ગુજરાત, ઉત્તરપ્રદેશ અને મુંબઈ મહારાષ્ટ્રના શખ્સોને દબોચી લઈ મોટો ગુન્હો બનતા અટકાવી અસરકારક કામગીરી કરી.
વાકાનેર પોલીસની ટીમને બાતમી મળી હતી કે આંતર રાજ્ય ગુન્હેગારોની એક ટોળકી રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં ગુન્હો આચરવા માટે ફરી રહી છે જે વાંકાનેરમાં પ્રેક્ટિસ કરતા મૂળ અમદાવાદના આયુર્વેદિક ડોક્ટરને લૂંટી લેવા બંદૂક, છરી સહિતના હથિયાર સાથે કાળા કલરની બે સ્કોર્પિયો ગાડીમાં આટાફેરા કરી રહી છે. બાતમી અંગે વાંકાનેર સીટી પોલીસ ટીમે મોરબી એલસીબી ટીમને પણ વાકેફ કરી આ ખૂંખાર ગેંગને ઝડપી લેવા પ્રયત્નો શરૂ કર્યા હતા દરમિયાન વાંકાનેર – રાજકોટ રોડ ઉપર ગોકુલનગર સોસાયટી સામે આ ગેંગ હોવાની માહિતી મળતા પોલીસે બે કાળા કલરની સ્કોર્પિયો કારને અટકાવી કોર્ડન કરી લેતા બન્ને સ્કોર્પિયો કારમાંથી પ્રાણઘાતક હથિયારો સાથે કુખ્યાત ગેંગ મળી આવી હતી.
વધુમાં પોલીસે સ્કોર્પિયો કારમાં બેઠેલા આરોપી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, રહે. પીપરડી, તા. જામ કંડોરણા જી. રાજકોટ, સિધ્ધાર્થ ઉર્ફે રોહીત ફૂલાભાઇ સાબળે, રહે. અમદાવાદ, મણીનગર હાટકેશ્વર, મુળ રહે. કાસોદા તા. ધરણગાવ, જી. જલગાવ, મહારાષ્ટ્ર, રાજેશ કેદારપ્રસાદ રામાણી, રહે. લક્ષ્મણ ગડવાલ ચોલ, ભીમનગર, શાહિમહિમા ચોલ, ચેતનહોલની સામે મલાડ ઇસ્ટ, મુંબઇ, મુળ રહે. પબેડીગામ,તા.ધનુરવા જી.ગોરખપુર, ઉત્તરપ્રદેશ, સાંઇ ઉર્ફે સુર્યા સુનિલ સકટ, રહે.હાલ સંતોષનગર ફિલ્મસિટીગેટ, ઇસ્ટઆંબાવાડી, ઝુપડપટ્ટી, ગોરેગાવ ઇસ્ટ, મુંબઇ મુળ રહે.મલાળલિંકરોડ, પરવાસી ઇન્ડસ્ટ્રીઝ, ગોરેગાવ, ઇસ્ટ મુંબઇ, વિશાલ નારાયણ સોનવણે, રહે. હાટકેશ્વર, લાલબાઇ સેન્ટર, ગુ.હા.બોર્ડની સામે, હરીપુરાના છાપરામાં, અમદાવાદ મુળ રહે. પાચોરા, શિવાજીનગર, મસાવદ બસ સ્ટોપ પાસે, જી.જલગાવ, વરૂણ ઉર્ફે ગોલ્લુ સંજય શર્મા, રહે. ગોરેગાવ ઇસ્ટ, ફિલ્મસિટીગેટની અંદર, મુંબઇ મહારાષ્ટ્ર, મુળ રહે. ભદોઇ, ઉત્તરપ્રદેશ અને અનીલ ઉર્ફે અલબટ લાહાનીયા જીંબલ, રહે. ગોરેગાવ ઇસ્ટ, સંતોષ નગર, ફિલ્મસિટીગેટની બાજુમાં, ઝુપડપટ્ટીમાં, મુંબઇ, મહારાષ્ટ્ર વાળાઓ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને દબોચી લીધા હતા.
મોરબી જિલ્લામાં લૂંટની કોઈ મોટી ઘટના ને આં ગેંગ અંજામ આપે તે પહેલા જ દબોચી લેવાતા ડોકટર પરથી મોટી ઘાત ટળી હતી અને જેથી તેણે રાહતનો શ્વાસ લીધો હતો .પોલીસની સતર્કતથી આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી

