HomeGujarat"હું નહીં આપણે'ના મંત્ર સાથે ચાલતા મોરબી પાટીદાર શિક્ષક સંગઠનનો વાર્ષિકોત્સવ...

“હું નહીં આપણે’ના મંત્ર સાથે ચાલતા મોરબી પાટીદાર શિક્ષક સંગઠનનો વાર્ષિકોત્સવ ઉજવાયો

મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા 712 જેટલા કડવા-લેઉવા પાટીદાર શિક્ષકો જેનું ‘મોરબી પાટીદાર શિક્ષક સમાજ ‘નામનું સંગઠન કાર્યરત છે, જેઓ “હું નહીં આપણે “ની તાકાત સાથે સંગઠનમાં જોડાયેલા સભાસદો પોતાની સરકારી ફરજની સાથે સાથે મોરબીમાં વર્ષ દરમ્યાન યોજાતા સેવાકીય પ્રકલ્પો જેવા કે સમૂહ લગ્ન,બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યક્રમોમાં પોતાનું યોગદાન આપે છે,દર બે મહિને કાર્યકર્તાઓ મળે છે,જુદી જુદી સમસ્યાઓ વિશે ચર્ચા-વિચારણા કરી એકમેકને મદદરૂપ થઇ સમસ્યા ઉકેલે છે.પાટીદાર સમાજની જુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે સંકલન સાધી સામાજિક ફલક પર કાર્યરત છે.આ પાટીદાર શિક્ષક સમાજના સ્નેહમિલન સમારોહમાં રાજકોટ સાસંદ મોહનભાઈ કુંડારીયા,ભારત સરકારના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો જેમાં પ્રકાશભાઈ વરમોરા ધારાસભ્ય હળવદ , ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, વગેરેની ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લાના શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા,કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા,ડેપ્યુટી ડી પી.સી.પ્રવિણભાઈ ભોરણીયા તેમજ શિક્ષક સંગઠનના મુખ્ય કાર્યકર્તાઓ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ મહાસંઘ, વિનોદભાઈ ગોધાણી પ્રમુખ મુખ્ય શિક્ષક સંઘ વગેરેની હાજરીમાં અલગ અલગ પરીક્ષામાં સારા ક્રમ મેળવાનાર 32 જેટલા તેજસ્વી તરલાઓનું અને વર્ષ દરમિયાન નિવૃત થયેલ 18 જેટલા શિક્ષક બંધુ ભગીનીઓનું સન્માન કરાયું હતું.

આ તકે દિનેશભાઈ વડસોલાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ઝાડ ટકે ઝુંડમાં એકલ ઉડી જાય આજના સમયમાં સૌએ એક બની નેક બનીને રહેવાની અતિ આવશ્યકતા છે,

અંતમાં મોહનભાઈ કુંડારીયા સાંસદ ભારત સરકારે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં સૌ તેજસ્વી તારલાઓ તેમજ નિવૃત ગુરુજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. સાંપ્રત સમયમાં કૌટુંબિક એકતા, પારિવારિક એકતા,સામાજીક એકતાની સાથે સાથે દેશની એકતા અને અખંડિતતા જાળવવા ઉપર ભાર મુક્યો હતો અને પાટીદાર શિક્ષક સમાજના આ ત્રિવિધ કાર્યક્રમને બિરદાવ્યો હતો.

તુષારભાઈ બોપલીયા પ્રિન્સિપાલ માધાપરવાડી કુમાર શાળાએ આભાર વિધિ કરી હતી આ સમારોહમાં નિવૃત થયેલ 15 જેટલા શિક્ષક ભાઈઓ બહેનો તરફથી વ્યક્તિગત રીતે રૂપિયા 1000/- નું યોગદાન પાટીદાર શિક્ષક સમાજને અર્પિત થયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW