HomeGujaratમોરબીમાં 4 સ્થળે ચીલઝડપ કરનાર શખ્સ ઝડપાયો, બાઈક અને રોકડ જપ્ત

મોરબીમાં 4 સ્થળે ચીલઝડપ કરનાર શખ્સ ઝડપાયો, બાઈક અને રોકડ જપ્ત

મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સ નગરમાં રહેતા મીનાબેન રમેશભાઈ ભવાણીયા નામની મહિલા ગત તા ૨૫ ના રોજ ચાલીને  મોરબીના જૂના બસ સ્ટેશનથી વિજય તોકીઝ તરફ જતી હતી તે દરમિયાન  બાઈક લઈને પાછળથી આવેલા શખ્સે તેનુ ૧૨૦૦૦ રૂપિયા ભરેલ પાકીટ સેરવી લીધું હતું.ઘટના અંગે મીનાબેને એ ડિવિઝન પોલીસ મથક ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસ ની ટીમે સીસીટીવી કેમેરામાં તેમજ સર્વે લેન્સ ટીમની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આં શખ્સ મોરબીના એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં બાઈક સાથે ફરતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને પકડી લીધો હતો જેની પૂછ પરછ કરતા તેનું નામ હિરેન ઉર્ફે રવી છગનભાઈ નિમાવત રહે ટંકારા તાલુકાના નસિત પર ગામનો હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરી હતી આરોપીની વધુ પૂછ પરછ કરતા તેને અગાઉ ૨૦૧૬ માં બે સ્થળે, ૨૦૧૮માં એક અને ૨૦૨૩માં એક એમ ચાર ઘટનાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW