HomeGujaratમોરબીના દાદાશ્રીનગરમાં ઘરફોડી કરનાર આરોપી ઝડપાયો

મોરબીના દાદાશ્રીનગરમાં ઘરફોડી કરનાર આરોપી ઝડપાયો

મોરબી તાલુકાના દાદાશ્રીનગરમાં રહેતા એક દંપતી  ભગવાનગીરી નટવરગીરી ગોસ્વામીના તથા તેમના પત્ની થોડા દીવસ પહેલા તેમના સંબધીના દીકરાની તબિયત વિશે જાણવા મહેસાણા જિલ્લાના કડી ગામમાં ગયા હતા તે દરમિયાન તસ્કર ત્રાટક્યા હતા અને ઘરમાંથી રોકડ રકમ સોનાના દાગીના સહીત રૂ 2 લાખ 22 હજારના મુદામાલની ચોરી કરી લઇ ગયા હતા બીજા દિવસે પરત ફરીને તપાસ કરતા તેમના ઘરમાં ચોરી થયાની જાણ થતા તેઓએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી અને આ ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી આરોપીની શોઘખોળ કરતા પાટણ જિલ્લાના દેલમાળ ગામના વતની નિર્મલપૂરી કરશનપૂરી ગોસાઈનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લઇ અલગ અલગ પ્રકારની યુક્તિ પ્રયુકિત કરતા તેને જ ઘરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જે બાદ પોલીસે તેની પાસેથી રોકડ 1 લાખ તેમજ ચોરી કરાયેલા સોનાની વીટી, પેન્ડલ, સોનાની વીટી લોકેટ સહીત રૂ 2,22,500નો મુદામાલ જપ્ત કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW