મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે જૈન મંદિરના પુજારીના બંધ મકાનમાંથી તસ્કરો સોનાના દાગીના અને રોકડ સહીત 2,22,500ની માલમતા ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે રહેતા અને જૈન મંદિરની પૂજા કરતા ભગવાનગીરી નટવરગીરી ગોસ્વામીના સંબંધીના પુત્રનું ઓપરેશન કરાવેલ હોય જેથી પતિ પત્ની મહેસાણાના નાના કડી ગામે સબંધીના દીકરાના ખબર અંતર જાણવા ગયા હતા જેથી મકાન બંધ હતું અને તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ પડેલા મકાનમાં ચોરી કરવા પહોચી ગયા હતા અને ઘરના બેડરૂમમાં પડેલા કબાટમાંથી સોનાની લેડીઝ-જેન્સ વિટી, સોનાનુ ચેન, સોનાની ઝુમર બુટ્ટી, સોનાનુ લોકેટ સહિત કુલ મળી આશરે રૂપિયા 1,22,500 ની કિમતના 35 ગ્રામ એટલે કે અંદાજીત સાડા ત્રણ તોલા વજનના સોનાના દાગીના તથા રોકડા રૂપિયા 1 લાખ મળી કુલ 2,22,500ની માલમતાની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા બીજા દિવસે જયારે તેઓ પરત ફર્યા ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થતા તેઓએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી

