મોરબીમાં રહેતી એક મહિલાએ આરોપી શાબ્બીર રહે.રણછોડનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે દોઢ મહિના અગાઉ મહિલાએ આરોપીના મોબાઈલ નંબર પર મીસકોલ થઇ ગયા બાદ મહીલા તથા શાબ્બીર એકબીજાના પરિચયમાં આવેલ હોય બાદ મહિલાએ ફોનમાં વાત કરવાની ના પાડતા શાબ્બીરએ મહીલાને અવારનવાર ફોન કરીને ફોનમા વાત નહિ કરે તો તેના પતિને મારી નાખવાની ધમકી આપીને બેફામ ગાળો આપીને વાત કરવા ધમકાવતા હતો.મહિલાએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી.

