મોરબી શહેરની ગોજારી ઘટના એવી ઝુલતા પુલ દુર્ઘટનાને હવે એક વર્ષ થવા આવ્યું આગામી 30 ઓક્ટોબરના રોજ આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થશે ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 મૃતકોના આત્માની શાંતિ માટે ઠેર ઠેર હોર્ડિંગ લાગી રહ્યા છે મોરબીના મહેન્દ્ર નગર ચોકડી, માળિયા ફાટક ચોકડી ,નટરાજ ફાટક,ગાંધી ચોક, શનાળા રોડ હાઉસિંગ બોર્ડ સહિતના અલગ અલગ વિસ્તારમાં ટ્રેઝેડી વિકટીમ એસોશિએશન દ્વારા હોર્ડિંગ લગાવાયા છે.

અને મૃતક પરિવારને પ્રથમ પુણ્યતિથી નિમિતે શ્રધ્ધાંજલી આપવામાં આવી રહી છે.

