HomeGujaratટંકારાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ...

ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ ફટકારતી કોર્ટ

ટંકારા પંથકના એક ગામના વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 1૩ વર્ષની સગીર વયની દીકરીનુ લગ્નની લાલચ આપી ફોસલાવી નાનો ઉર્ફે મોતિયો કાન્તીભાઈ ભુરીયા નામનો શખ્સ અપહરણ કરી લઇ ગયો હતો બાદમાં તેની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનામાં ભોગ બનનાર સગીરાના પિતાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આરોપી નાનો ઉર્ફે મોતિયા કાંતિભાઈ ભુરીયાને ઝડપી લીધો હતો અને જેલ હવાલે કર્યો હતો ઘટનાની તપાસ બાદ પોલીસે આરોપી વિરુદ્ધ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જ સીટ ફાઈલ કરી હતી જે બાદ કેસ પોક્સો કેસમાં ચાલ્યો હતો જ્યાં મદદનીશ સરકારી વકીલ સંજય દવે, નીરજ કારિયાએ ફરીયાદી તરફી પોક્સો કોર્ટમાં દલીલ કરી હતી. કેસમાં પોલીસ તરફથી રજુ કરાયેલા 27 લેખિત પુરાવા તેમજ 13 જેટલા સાક્ષીઓને તપાસ્યા હતા અને તેના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો સાબિત કરી આરોપીને કડક સજા કરવા માંગણી કરી હતી

બન્ને પક્ષની દલીલ અને પુરાવા આધારે પોક્સો કોર્ટના જજે આરોપી નાના ઉર્ફે મોતિયા કાંતિભાઈ ભૂરિયાને આઈપીસી કલમ 363 મુજબ 5 વર્ષની કેદ અને 5000નો દંડ,આઈપીસી 366 મુજબ 7 વર્ષની કેદ અને 7000નો દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત આઈપીસી 376 (2 ) એન તેમજ 376 (3) પોક્સો એક્ટ મુજબ 20 વર્ષની સખ્ત કેદ અને 20 હજારનો દંડ ફટકાર્યો હતો

આ ઉપરાંત ભોગ બનનાર સગીરાના પરિવારને રૂ 4 લાખનું વળતર ચુકવવા અને જો આરોપી દંડ ભરપાઈ કરે તો 4.32 લાખ ચુકવવા હુકમ કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW