વિજ્યાદસમીના પવિત્ર પર્વ નિમિત્તે આજે ઠેર ઠેર શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ભગવાન પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઈન્ડિયા તિબેટ સમન્વય સંઘના રાષ્ટ્રીય મંત્રી યજ્ઞાબેન જોષીએ પ્રાસંગિક ઉદબોધનમાં રાષ્ટ્રની વિવિધ સમસ્યામાં આપણી ભૂમિકાની છણાવટ કરી હતી. પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના સમન્વયની તથા ભગવાન રામના વિજયની વિભાવના રજૂ કરી હતી.
આ અવસરે પરશુરામ ધામના પ્રમુખ ભૂપત ભાઈ પંડ્યા,વિશ્વ હિંદુ પરિષદના રમેશભાઈ પંડ્યા બ્રહ્મ અગ્રણી બી. કે. લહેરુ એડવોકેટ જગદીશ ઓઝા, કિશનભાઈ ઉપાધ્યાય, ડો. રાજુભાઈ ભટ્ટ,મુકેશભાઈ જાની ભૂદેવ, ચિંતનભાઈ ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, ડો. આશિષભાઈ ત્રિવેદી, ડો રવીન્દ્રભાઇ ભટ્ટ, ડો. ઉત્સવભાઈ દવે,મહિલા મંડળ પ્રમુખ ચેતનાબેન જોષી,ગીતાબેન ત્રિવેદી,જયશ્રીબેન જોષી, ક્રિષ્નાબેન, પ્રજ્ઞાબેન ઓઝા, દક્ષાબેન જોષી, ઉષાબેન પંડ્યા, ભાવનાબેન, પુનમબેન, વંદનાબેન, નિલીમાબેન, સહિતના મહિલા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સફળ સંચાલન અમુલભાઈ જોષીએ કર્યુ હતું તથા કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઇ ત્રિવેદી, અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા ,અમુલભાઈ જોષી , કમલભાઈ દવે, મિલેશ ભાઈ જોષી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.