મોરબી શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની છે ખાસ કરીને લીલાપર ગામથી દલવાડી સર્કલ સુધી વાહનોની અવાર જવર સતત રહે છે ખાસ કરીને ઉમિયા સર્કલ, અવની ચોકડી, રવપાર ચોકડી,એસપી રોડ ચોકડી સહિતના ચાર રસ્તા પર વાહનની અવાર જવર થવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા કાયમી રહે છે પાલિકા દ્વારા અગાઉ આ રોડને ટ્રાફિક જામથી મુક્ત કરવા કેનાલની બન્ને સાઈડ રોડ બનાવી ટ્રાફિક જામ હળવો થાય તેવો પ્રયાસ કરાયો હતો જોકે કોઈના કોઈ કારણસર આ રોડ પર વન વે જાહેર ન થવાના કારણે તમામ ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની હતી
અનેક રજૂઆત અને માંગણી બાદ હવે જિલ્લા કલેકટર દ્વારા આજે કેનાલની બન્ને સાઈડ ના રોડને વનવે જાહેર કરવાં અંગેનું જાહેરનામું પાડ્યું છે જિલ્લા કલેકટર દ્વારા લીલાપર તરફથી ઉમિયા સર્કલ તરફ આવતા વાહન શ્યામ ગ્લાસ વેર એસપી રોડના ના નાકે થઇ રવાપર ચોકડી અને નિર્મલ સ્કુલ થઇ ઉમિયા સર્કલ તરફ જયારે ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફ જવા ઉમિયા સર્કલ થી અવની ચોકડી, રવાપર ચોકડી (સ્વાગત હોલ )થી વર્ધમાન ચોકડી થઇ લીલાપર તરફ જવાનો રૂટ રહેશે આ જાહેરનામું સવારે 7થી રાત્રીના 10 વાગ્યા સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાંનો ભંગ કરનાર વાહન ચાલક વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવો હુકમ જિલ્લા કલેકટર જી ટી પંડ્યા દ્વારા કરવામાં આવ્યો છે.

