મોરબી તાલુકાના નવા ખારચિયા ગામમાં આવેલા એક રહેણાંક મકાનમાંથી પોલીસે રું.૯૩,૩૬૦ની કિંમતનો ૬૩૮ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી તપાસ દરમિયાન બીજા એક શખ્સનું પણ ન નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમના કોન્સ્ટેબલ કેતનભાઈ અજાણા અને પૃથ્વીરાજ સિંહ જાડેજાને બાતમી મળતી હતી કે ખારચિયા ગામે રહેતા યોગેશ ફેફરના મકાનના ફળિયામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોય અને આં બાતમી આધારે પોલીસે દરોડો પાડયો હતો અને મકાનના ફળીયામાંથી ૧૮૦ મિ.લી. ની દારૂની બોટલ નંગ ૬૩૮ કીમત રૂ ૯૩,૩૬૦ નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી યોગેશ જીવરાજભાઈ ફેફરને ઝડપી લીધો છે તો અન્ય આરોપી લાખાભાઈ ઉર્ફે લાખામામ મેરામ બાળા રહે ફડસર તા. મોરબી વાળો હાજર નહિ મળતા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

