મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં વતની અને હાલ ગાંધીધામ માં રહેતો શખ્સ કચ્છ જિલ્લામાં બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ હોય હાલ મોરબી તરફ આવી રહ્યો હોય આ બાતમી આધારે એલસીબી પીએસઆઇએન એ ચુડાસમા અને કે એચ ભોચીયા તથા સ્ટાફ દ્વારા મોરબી જુના હાઉસિંગ બોર્ડ પાસેના મહારાણા પ્રતાપ સર્કલપાસે હોવાની બાતમી આધારે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનો શખ્સ નંબર પ્લેટ વિનાના બાઈક સાથે નીકળતા તેને ઉભો રાખી બાઈકના રજીસ્ટ્રેશન બુક લાયસન્સ સહિતના કાગળ માગ્યા હતા. જોકે આરોપી પાસે કાગળ મળી આવ્યા ન હતા જેથી તેની પૂછ પરછ કરતા બાઈક તેનું ન હોવાનું જણાવી ગલ્લા તલ્લા કરવા લગતા એલસીબીએ બાઈક જપ્ત કરી હતી પૂછ પરછ બાદ તેને પોતાનું નામ વિશાલ ભીમજીભાઈ આતરેસા અને ઇન્દીરાનગર ગાંધીધામમાં રહેતા હોવાનું જણાવ્યું હતું અને બાઈક ચોરીનું હોવાનું કબુલ કરતા તેની અટકાયત કરી બી ડીવીઝન પોલીસ મથક હવાલે કર્યો હતો આરોપીની વધુ તપાસ કરતા અંજારના પપ્પુ વાઘેલા નામના શખ્સ સાથે મળી નવ બાઈક ચોરી કરવાની પણ કબુલાત કરી હતી આરોપીની કબુલાત આધારે પાપુ વાઘેલાની શોધખોળ કરી હતી તેમજ 8 બાઈક પણ જપ્ત કરવા તજવીજ હાથ ધરી હતી

