સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ પ્રજાપતિ સમાજના સંત ગોરા કુંભાર વિશે અપમાન જનક નિવેદન આપ્યું હતું જે નિવેદન સોશ્યલ મીડિયામાં સામે આવતા પ્રજાપતિ સમાજમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. અને ઠેર ઠેર નિવેદનને વખોડી કાઢી સ્વામીનારાયણ સંપ્રદાયના સંત માફી માગે તેવી માગણી થઈ રહી છે ત્યારે આજે મોરબીના પણ પ્રજાપતિ સમાજમાં આગેવાનો જિલ્લા કલેકટર કચેરીએ દોડી ગયાં હતાં અને કલેકટરને આવેદનપત્ર આપી આં અંગે રજૂઆત કરી હતી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંત બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ આપેલા નિવેદન મુદ્દે માફી માગે તેવી માંગણી કરી હતી.

