HomeGujaratસૌરાષ્ટ્રના 5 જિલ્લાના 10 મંદિરમાં ચોરી કરનાર રીઢો ચોર ઝડપાયો,પૂજાના બહાને પહોચી...

સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 10 મંદિરમાં ચોરી કરનાર રીઢો ચોર ઝડપાયો,પૂજાના બહાને પહોચી કરતો હતો ચોરી

મોરબી તાલુકાના લીલાપરમાં આવેલા મેલડી માતાજીના મંદિરમાં તાજેતરમાં તસ્કરો માતાજી ને તાવો બનાવવાના બહાને ત્રાટક્યા હતા અને મંદિરમાં માતાજીને ભક્તો એ ચઢાવેલ રૂ 80 હજારના એક એક તોલાના બે સોનાના છતરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે લીલાપર ગામના બાબુભાઇ અણદાભાઇ ખાંભલાએ રાજકોટના છોટુનગર વિસ્તારમાં રહેતા સાગર ઉર્ફે લાલો સ.ઓ. કમલેશભાઈ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી આરોપીની શોધખોળ કરી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ શખ્સ જોધપર ગામના પુલના છેડેથી નીકળતો હોય આ બાતમી આધારે મોરબી તાલુકા પીઆઈ કે એ વાળા અને પીએસ આઈ વી જી જેઠવા સહિતની ટીમ દ્વારા વોચ ગોઠવી હતી આ દરમિયાન આરોપી છુપાઈને જવા પ્રયાસ કરી રહ્યો હતો જોકે પોલીસે સતર્કતા દાખવી શખ્સને ઝડપી લીધો હતો અને તેની આગવી ઢબે પૂછ પરછ કરતા તેને પોતાનું નામ સાગર ઉર્ફે લાલો કમલેશભાઈ ગોહેલ હોવાનું અને રાજકોટના વતની હોવાનું જણાવ્યું હતું પૂછ પરછ માં તેણે લીલાપર ગામમાં માતાજીના તાવા બનાવવાના નામે પ્રવેશ કર્યો હતો બાદમાં મોકો મળતા મંદિરમાંથી સોનાની છતરની ચોરી કરી ફરાર થઈ ગયાનું જણાવ્યું હતું આરોપીની વધુ પૂછ પરછ કરતા તેને મોરબી ઉપરાંત રાજકોટ જિલ્લાના ચીભડા ગમે થી હનુમાનજી મંદિરમાં,ટંકારા તાલુકાના હળમતિયા ગામમાં ચામુંડા માતાજી મંદિર,રાજકોટના થોરાળા તાલુકાના તરખડીયા દાદા રામાપીર મંદિરમાં ,જુનાગઢના વડાલમાં દશામાં મંદિરમા,જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં મેલડી માતાના મંદિર રાજકોટ જિલ્લાના મોટા વડાળા ખાતે અવળે ચામુંડા માતાના મંદિરમાંથી ,અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં આવેલા ખાખરીયા હનુમાનજી મંદિર,ધોરાજી અને પાટણવાવ નજીક રાંદલ માતાજીના મંદિર જસદણ તાલુકાના ઘેલા સોમનાથ જતા કકડધાર ખોડીયાર માતાજી મંદિરમાં ચોરી કર્યાની કબુલાત કરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW