HomeGujaratમોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સોશ્યલ મીડિયામાં ગાળો આપી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ...

મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સોશ્યલ મીડિયામાં ગાળો આપી ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધાઇ

મોરબી માળિયા તાલુકાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને એક શખસે મોબાઈલમાં વિડીયો ઉતારી બેફામ ગાળો આપી ગર્ભિત ધમકી આપતો હોય તેવો એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.વિડીયો સામે આવતા મોરબીમાં રાજકીય માહોલ ગરમાયો હતો. કાંતિભાઈ અને તેમના પરિવાર વિશે અભદ્ર ભાષાના પ્રયોગ કરનાર શખ્સ વિરુદ્ધ ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે
વિડીયો સામે આવ્યા બાદ ભાજપના આગેવાના જયદીપભાઈ મનસુખભાઈ દેત્રોજા દ્વારા આ આ અંગે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી મહેશ બોરીચા નામના શખ્સ વિરુદ્ધ બીભત્સ ગાળો આપી ગર્ભિત ધમકી આપવા અંગેની ફરીયાદ નોધાવી હતી ફરિયાદ આધારે બી ડીવીઝન પોલીસે આરોપી મહેશ બોરીચા વિરુદ્ધ આઈપીસી 504 અને 507 અંતર્ગત ગુન્હો નોધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી આં અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જે જે ડાંગરને સોપવામાં આવી છે ફરિયાદ બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ધમકી આપનાર આરોપી એક સામેલ છે કે તેની સાથે બીજા કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW