Sunday, July 7, 2024
HomeGujaratમોરબીમાં જામીન લાયક ગુનામાં ચાલતી અન્ડર ટ્રાયલ કેસના આરોપીને જામીન અંગે સમીક્ષા...

મોરબીમાં જામીન લાયક ગુનામાં ચાલતી અન્ડર ટ્રાયલ કેસના આરોપીને જામીન અંગે સમીક્ષા બેઠક મળી

સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદા રિટ અરજી (સિવિલ) ન. 406/2013 અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, દિલ્હી તેમજ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ની સૂચના અને ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબી ના માર્ગદર્શન હેઠળ આજરોજ અન્ડર ટ્રાયલ પ્રિઝનર (કાચા કામ ના કેદી) ને સર્વોચ્ચ અદાલત અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા કાયદા હેઠળ ના ધારા ધોરણો મુજબ જેલ મુકત કરવા યુ. ટી. આર. સી. સ્પેશિયલ કેમ્પેઇન 2023 અંતર્ગત કુલ ૫ પૈકી પ્રથમ મિટિંગ નું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું
જે અંગેની મીટીંગમાં જિલ્લા અદાલત ના મુખ્ય જજ અને ચેરમેન મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પી. સી. જોષી, મોરબી જિલ્લા કલેક્ટર જી. ટી. પંડયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બી.એસ.ગઢવી તેમજ મોરબી સબ જેલના સુપ્રિટેન્ડન્ટ ડી. એમ. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ ગુના મા લાંબા સમય થી જમીન મળવા છતાં જમીન પર મુકત થઇ શકેલ નથી તેવા અને જામીન લાયક ગુનામા જેલમાં છે તેવા અને કાયદા થી અન્ય રીતે જામીન મુકત થવા પાત્ર છે તેવા આરોપીઓની છોડવાં માટે ભલામણ કરવામાં આવી હતી.

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW