માળીયાના ખાખરેચી ગામમાં હિતેશભાઈની વાડીયે રહેતા અલ્તાબેન દલપતભાઈ પરમાર(ઉ.વ.૨૦ વર્ષ)(મુળ રહેવાસી પીપલીધરા,મધ્યપ્રદેશ)તેમના લગ્ન દલપતભાઈ સાથે ૨ વર્ષ પૂર્વે થયા હતા અને જે હાલ માળિયાના ખાખરેચી ગામમાં ખેતમજુરી કરતા હતા.ગઈ તારીખ ૦૧/૧૦ના રોજ બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હતી તેમને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમણે મૃત જાહેર કરવામાં આવ્યા આથી માળિયા પોલીસએ ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી

