મોરબી નેશનલ હાઈવે પર જાંબુડિયા ગામ પાસેના ફ્લાય ઓવર બ્રીજ પાસે પુર ઝડપે આવેલા જીજે 12 બી એક્સ 5844 નંબરના ટ્રકે પુરઝડપે ચલાવી આગળ જતી GJ-36-AF- 4465 નંબરની રવિભાઇ નરભેરામભાઇ કૈલાની ટાટા અલ્ટ્રોઝ કાર તેમજ .GJ-01-HR-8988 નંબરની વિવેકભાઇ જયંતીભાઇ ગઢીયાની ઇનોવા કારને પાછળથી ઠોકર મારી બંન્ને કાર રોડ ઉપર બેકાબુ બની ગઈ હતી દરમિયાન એ આગળ બે બે બાઈક જતા હતા તે પૈકી GJ-13-BC-6001 નંબરના બાઈકને પણ ઠોકર મારી દીધી હતી અને બાઈક સવાર મહેશભાઇ દેવશીભાઇ પરમારને ઠોકર મારી ડમ્પર ટ્રકનું ટાયર ચડાવી દઇ મહેશને શરીરે માથામા પાછળની ડાબી બાજુ ગંભીર ઇજા પહોંચાડી હતી અને પેટના ભાગેથી બન્ને પગના ઢીંચણ સુધીનો ભાગ ચગદી નાંખી ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી વાહન અકસ્માતના બનાવની નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ નહીં કરી પોતાનો ટ્રક રેઢો મુકી ફરાર થઇ ગયો હતો બનાવ અંગે મૃતકના ભાઈરવિભાઇ દેવસીભાઇ પરમારે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

